Pages

Thursday, 14 March 2013

તમારા હાસ્યની તાકાત



તમારા હાસ્યમાં તાકાત છે.
કરતું અને ગમથી બાકાત છે.
કરો છો સ્મીત જ્યારે, અમને જોઈને તમે,
દિલને થતી અજીબ રાહત છે.
હોય ભલે એક ભ્રમ અમને,
પણ, તમારા તરફથી મળતી અમૂલ્ય સૌગાત છે.
ખુશ રહીએ છીઅ અમે, તમારી ભેટથી,
એની આગળ જન્નતની શી વિસાત છે.
નથી ફિદા અમે એકલા અટૂલા તમારા હાસ્ય પર,
એની દિવાની તો આખી કાયનાત છે.
રહે હાસ્ય તમારે ચહેરે હંમેશા
ખુદથી માગી અમે એવી મન્નત છે.
- સોલંકી રાકેશ બી. ‘‘શબ્દ’’ (નવા-વાડજ)

No comments:

Post a Comment