Pages

Thursday 14 March 2013

‘‘કોને ફરિયાદ કરું ’’



આસું બની ટપકે છે. તારલા ગગનથી,
મુક સાક્ષી બની ઊઈભો છે. ભારે મહેફિલમાં,
રમે છે. રોજ નવી નવી રમત દાવમાં
ખુશ થાય છે તું જીતમાં હું હારમાં
કોને ફરિયાદ કરું.
શબ્દનો ભરોસો ક્યાં સુધી કરું,
મૌન ને મૌન રહેવા દે દોસ્ત,
બીજા જખમ હોય તો આપ ખુશીથી,
પૂજા તો કરી તારી અને કરીશ,
કોને ફરિયાદ કરું.
ફૂલો ભરવસંતમાં મુરઝાયા,
ડરે છે શાને? પાનખર આપી,
નથી મારી કોઈ ફરિયાદ ખુદા તને,
તો છે હકિકત સમયની વફા,
કોને ફરિયાદ કરું.
ભલે! હોય સફર પડકારમય,
દિશા બદલું એવો હું મુસાફર નથી,
જંિદગીમાં સફરમાં
પહેરી સંબંધના વાઘા,
મારી પણ એક અલગ
અદાજંિદગી
કોને ફરિયાદ કરું.
ભલે! હોય વસંત
તારા ઉપવનમાં,
નિશીથના પાનખરની
આગવી અદા હોય,
પાનખર વસંત લઈ
આવી અહીં,
ભરું શ્વાસવિશ્વાસનો
કૃપા અંતિમ,
કોને ફરિયાદ કરું.
ચૌધરી નારસંિગ. આર.
(માંડવી - સુરત)

No comments:

Post a Comment