Pages

Tuesday, 12 March 2013

દિલનાં કમાડ



દિલનાં કમાડ ખોલતા ગયા,
બધાં ઝાળાં ખંખોળતા ગયા
છબી ધરાર મળી તમારી
તોય ખૂણાં ફંફોળતા ગયા...
દિલમાં પડ્યો છે કાટમાળ,
ક્યાંક ભટકાઈ જશે ભૂતકાળ,
કેટલાં સ્વજન બન્યા કાતિલ
અજાણતાં ઝખ્મો પંપાળતા ગયાં...
પાનખરમાં તે આવી આશ?
લાલ કેસુંડાં મહેકશે કાશ...!
ઊડી ગયા મૌસમી પંખીઓ
અમે નિર્જીવ આકાશ નિહાળતાં રહ્યાં...
જ્યોત ધીમી કોણે કરી?
આખી રાત જાગશે દીવા
બુઝતાં દીવાની ફરિયાદ શાને
અમે અગન જ્વાલામાં જલતા ગયા
દિલનાં કમાડ ખોલતાં ગયા...
પાયલવિનોદ દેવરા
(તાડવાડી-મજગાંવ)

No comments:

Post a Comment