Pages

Tuesday 12 March 2013

મીન



એક રંગી દુનિયામાંથી મીન, અહીં આવી તો જો,
સાત રંગો છે મારા હાથમાં, એક રંગ પૂરાવી તો જો,
જાણું છું તું રોવે ચોધાર, ખારા સમંદરમાં,
માત્ર એક આંસુ મારી હથેળીમાં, ખાળી તો જો,
રંગોળી પૂરી દઉં, ધરા પર તારા કાજે,
ખુલ્લા છે દરવાજા મારા, કદી આવી તો જો,
પ્રેમને તારા, મેં ધર્મ સમજી પાળ્યો સદા,
આંખોમાં તું મારા સપના, સજાવી તો જો,
વર્ષો થયા કહેવાને, ઘણી વાતો છે મારે,
તું એક વાત વ્યથાની, મને સુણાવી તો જો,
રાકેશ એચ. વાઘેલારાહી
(વાંસકુઈ- સુરત)

No comments:

Post a Comment