Real Life
Some Question in our life please soul it.
Pages
Home
Wednesday, 1 August 2012
પીયુ આ જિંદગી વહી જાય
સોળેસજી શણગાર મારું મનડું મલકાય,
આવે જો પ્રિતમ જીવન ધન્ય થઇ જાય.
એ આવ્યાના ભણકારે મારું હૈયું ભરમાય,
ને ઓઢણી નો છેડો મારો સરી સરી જાય.
ચાંદની જેવું ખીલતું મારું યૌવન કરમાય,
સ્પર્શ મળે તારો જો, એ ખીલીખીલી જાય.
વાટ જોતા ઉંબરે મારા નયનો છલકાય,
જોને વિરહની વેદના હવે સહી ના જાય.
મારી વેણીના મોગરા સાદ પાડી શરમાય,
આવ ને મારા પીયુ આ જિંદગી વહી જાય. .........કિરણ
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment