Pages

Tuesday 14 August 2012

બેનામ રિશ્તા

પરોઢનું ઝાંકળ બની પ્રેમથી
ભીંજવી ગયું કોઈ
સૂરજની પહેલી કિરણ બની
ગાઢ નંિદ્રામાંથી જગાવી ગયું કોઈ
મોગરાની મહેક અર્પી
જીવન સુવાસિત કરી ગયું કોઈ
વિરાન રણમાં ગુલ ખીલાવી ગયું કોઈ
કાંચને હિરાના મોલ બક્ષી ગયું કોઈ
અશ્કોને મોતીમાં રૂપાંતરિત કરી ગયું કોઈ
પથ્થરને મૂરત બનાવી દલડામાં સ્થાપી બેઠું કોઈ
જીવન ડગર પર ચાલતા ચાલતા
દલડા સાથે નાતો જોડી ગયું કોઈ
આંખોમાં ખ્વાબતણા કાજલ આંજી ગયું કોઈ
હોઠ પર મુસ્કાનની લાલી લગાવી ગયું કોઈ
જીવન અનમોલ બનાવી ગયું કોઈ
આખિર આ રિશ્તાને શું નામ આપુ?
મિનાઝ ફરીદ વસાયા
(મહુવા)

No comments:

Post a Comment