Pages

Friday 3 August 2012

હવે હું છું કોઈ ના પ્રેમ માં

અધુરપ ભરાણી કોઈ ના સ્નેહ માં, હવે હું છું કોઈ ના પ્રેમ માં
વેલી વીંટળાઈ એક વ્રુક્ષ માં, જાણે નીખરી છે એ વસંત માં

ફૂલો નો બગીચો હું, મળ્યો રખેવાળ બની એ બાગબાન માં
ઉછરી રહી હું એના ઉછેર માં, હા હવે હું છું કોઈ ના પ્રેમ માં

મયુર પંખે વિહરું અને પછી સીમટુ, હું એની આગોશ માં
શ્વાસે શ્વાસે સમરું અને પછી પમરૂ, હવે હું છું કોઈ ના પ્રેમ માં

નભ મંડળ ના તારલાઓ પડે ઝાંખા, તાકું એની આંખો માં
પ્રકાશિત જહને જીવન માં , હા હવે હું છું કોઈ ના પ્રેમ માં

ખુદને સોપી તને મેળવીને , ક્યાં કોઈ લક્ષ્ય રહ્યું જીવન માં
બે શરીરે હવે એક આતમમાં, હા હવે હું છું કોઈ ના પ્રેમ માં
-કુશ —

No comments:

Post a Comment