Pages

Tuesday, 21 August 2012

છોડી દીધી

તમને મળવાની ચાહત
છોડી દીધી,
કાયમ બળવાની આદત
છોડી દીધી.
અમને પણ મળશે
આશ્રય એકદી’ એવી,
પાયા વિનાની,
ઈમારત એ છોડી દીધી.
બોલ મારા બધા
અથડાય બહેરા કાનેથી,
તમને સમજાવવાની કોશીશ છોડી દીધી.
સાગર છું સ્વભાવની ખારાશ દૂર કેમ કરૂં?
મિલનથી મીઠાશની ખેવના છોડી દીધી.
દુર્દશા જોઈ મારી મને પણ આવી તરસ,
ઉગારશો તમે એવી અપેક્ષા જ છોડી દીધી.
ચાંદની સુંદરતા પર ‘પાગલ’ આજીવન ફિદા,
જીવન મળશે ત્યાં એવી ઝંખના છોડી દીધી.
ડૉ.પ્રણવ ઠાકર- ‘પાગલ’ (વઢવાણ)

No comments:

Post a Comment