Pages

Thursday, 23 August 2012

બેઠો છું...


દીલમાં દર્દ નો દરિયો લઈ બેઠો છું.
તું આવીશ ક્યારેક ઝંખનામાં.
ઉદાસ થઈ બેઠો છું,
ભલે વેરી છે પ્રેમની દુનિયા.
હું તો પાગલ તારો દીવાનો થઈ બેઠો છું.
અઘુરાં છે કેટલાય ઓરતા અને અરમાનો એને પુરાં કરવાની
કોશીશ લઈ બેઠો છું,
તારી યાદમાં વરસેલી આંખો
અને રીસાયેલા મનના મનામણાં
લઈ બેઠો છું.
તારા પ્રેમના વમળો અને પ્રિતના
નશામાં નશીલો થઈ બેઠો છું,
તું છે મારાથી કોસો દૂર છતાંય
તું આવીશ એવો વિશ્વાસ લઈ બેઠો છું,
બસ હુંજેડીફક્ત તારી
વાટ જોઈ બેઠો છું’.
જસ્ટીન જે.ડાભીજેડી’ (છાપરા)

No comments:

Post a Comment