Pages

Tuesday 21 August 2012

જન્મ અને મૃત્યુ

જન્મ અને મૃત્યુ
બે પડ
વચ્ચે પીસાતી_
આ...
જિંદગી...

આનંદ,
આક્રોશ,
આઘાત,
બેવફાઇ...
સહેતી
આ...
જિંદગી...

જીવન માટે
જીવન આંચકતી
આ...
જિંદગી...

જોઇ ઇશ્વર
પણ
આંસુ સારતી
આ...
જિંદગી...

વહેવાર વિશ્વનો
ચલાવતી
આ...
જિંદગી...

વિચાર... જરા...
જો... ના... હોય
કિનારો જિંદગીનો
મૌત...
તો...
વહેવાર વિશ્વનો
ખોરવાતા
શી વાર ???

- અશોકસિંહ વાળા
તા. ૩૦-૧૦-૨૦૧૧

No comments:

Post a Comment