Pages

Thursday, 16 August 2012

પ્રણયનાં નગર માં અમારો વિસામો,

પ્રણયનાં નગર માં અમારો વિસામો,
નવી છે સડક પણ પુરાણા છે ધામો.

સમય જ્યારથી એક પૈગામ લાવ્યો,
બધે સાંપડ્યા છે કવનનાં મુકામો.

તમારા જ કલ્પનની તાસીર છે આ,
અમે પણ ગણાયા ગઝલનાં ગુલામો.

હૃદય અશ્વ ની જેમ ભાગે ગતિથી,
તમારા જ હાથે રહે છે લગામો.

અગર પ્રેમ દીદાર ખસ્તા કરે તો,
કિશન માં વસે કેમ મુફલીસ સુદામો !!
--------ચિન્મય શાસ્ત્રી "વિપ્લવ"------

No comments:

Post a Comment