Pages

Tuesday 21 August 2012

યાદો પણ કેટલી ખાસ અને અનમોલ હોય છે

"યાદો પણ કેટલી ખાસ અને અનમોલ હોય છે,
દરેક ક્ષણ પરછાઈ બનીને આપણી સાથે રહે છે,

ક્યારેક આંખો માં ખામોશ પાણી ભરી જાય છે,
તો, કયારેક હોઠો પર મીઠી હસી આપી જાય છે,

ક્યારેક ભીડ માં પણ એકલતા કરી જાય છે,
તો, ક્યારેક એકાંત માં અદ્રશ્ય ભીડ કરી જાય છે,

ક્યારેક કોઈ કવિની લાગણીઓ મહીં કલમ બની જાય છે,
તો, ક્યારેક કોઈ ચિત્રકાર ની રંગીન પીંછી બની જાય છે,

ક્યારેક કોઈ ને શામ-એ-મહેફિલ માં લઇ જાય છે,
તો, ક્યારેક કોઈ ને શાંત તળાવ કિનારે લઇ જાય છે,

ક્યારેક સખી નાં વિરહ માં ખુબ તડપાવે છે,
તો, ક્યારેક પિયુ નાં ઇન્તેઝાર માં મીઠો સાથ આપે છે,

ક્યારેક પલ પલ અજાણી મોત આપી જાય છે,
તો, ક્યારેક જીવન જીવવાનો સહારો બની જાય છે..."
-પ્રિયંકા ગજ્જર (પંછી

No comments:

Post a Comment