Pages

Thursday, 16 August 2012

ના બદલ્યું આ દિલ

તારું ને મારું મરહમ એવું ને એવું છે,
આપણાં બેનું ઝખમ એવું ને એવું છે.

સુખમાંય સુખી તું કેમ રહેતી નથી?
મારુંય જીવન નીરસ એવું ને એવું છે.

કોણ જાણે જમાનામાં કેવું ને કેવું છે,
પણ બધે પ્રેમનું દર્દ એવું ને એવું છે.

જે તને પસંદ છે ગણગણે છે રોજ,
સાંભળ,મારુંય ગીત એવું ને એવું છે.

છુટા પડીનેય ન છુટા પડી આપણે,
મારુંય રંગીન સપનું એવું ને એવું છે.

તારા નામની હઠ નથી છોડતું હજી ,
ના બદલ્યું આ દિલ,એવું ને એવું છે.

-ચંદ્રકાંત માનાણી

No comments:

Post a Comment