Pages

Thursday 16 August 2012

યાદ આજે આવશે

ઝાંઝવાનું જળ મળે છે બાટલીમાં
રણ નવું બંધાશે એની ખાતરીમાં

સાવ ખોટું વેચવાનું સપનું એને
સંઘરીને રાખશે એ આંખડીમાં

આયનાથી રેત સરકી રણ બને છે
જે હતું એમાં ભળે છે આખરીમાં

કોણ જાણે કેમ લાગે છે મને તો
વેડફાયો કેટલો હું લાગણીમાં

સાવ સાદા મેં વહેવારો છે જોયા
મેળવણ લેવા જતો હું વાટકીમાં

યાદ આજે આવશે તારી ફરીથી
યાદ કરજે આજ ઝાઝી બંદગીમાં.....ચિરાગ ઝા “ઝાઝી”

No comments:

Post a Comment