Pages

Sunday, 19 August 2012

પ્રેમના અઢી અક્ષર



પ્રેમ માત્ર અઢી અક્ષરનો એક શબ્દ છે
તોયે ના સમજાય એવો એક પ્રશ્ન છે
નથી પામી શકતા આમ તો બધા પ્રેમને
ઘણા માટે તો પ્રેમ માત્ર એક સ્વપ્ન છે
બનાવીએ પ્રેમને વઘુ સંકુચિત
પ્રેમ તો ઘણો વિશાળ અને મુક્ત છે
પ્રેમ તો મિત્રો! છે એક અદ્ભુત લાગણી
પ્રેમ તો લાગણીની અભિવ્યક્તિનો એક પ્રયત્ન છે
નથી સમજાયો કોઈને પ્રેમ પૂરેપૂરો
પ્રેમ તોસુનિલઆજે પણ એક રહસ્ય છે.
પટેલ સુનિલ સી. (તા. જિ. વલસાડ, ઊંટડી)

No comments:

Post a Comment