Pages

Tuesday, 21 August 2012

તુજની યાદ આવે છે

સાંજ થાય છે 'ને તુજની યાદ આવે છે,
રાત્રે નીદંરમા તુજના સ્વપ્ન સતાવે છે,

હજી પણ એ જ છુ એવો જ છુ તુજ કાજે,
શા માટેને બીજાના ઉદાહરણો બતાવે છે,

લોકોએ તો બનાવ્યો છે ચર્ચા નો વિષય,
મુજની નુખ તુજ નામ પાછળ લગાવે છે,

બળતુ રહે છે મુજ હ્રદય ચીરાગ માફક,
પણ તુજ દિલ શા માટે આમ જલાવે છે,

સોપી એ દિલ એકરાર કરી લીધો પ્રેમનો,
શાને તુજ નયનો મુજ નયનથી બચાવે છે .

નીશીત જોશી

No comments:

Post a Comment