Pages

Wednesday 1 August 2012

જીવતર હાથ થી સરકતું જાય

જીવતર હાથ થી સરકતું જાય
મારા કાળજડે લાગી છે લાહ્ય ...

જોને કેવો મંદ મંદ વાયરો વાય ...
એની લહેરખીમાં હરકોઈ નાહ્ય ...

પીયુ પરદેશી ક્યાંય ના દેખાય,.
એની રાહમાં દિન વિતતા જાય ,....

ક્યારે મારા સપના સાચા થાય ...
પીયુ આવી ને આંખો માં સમાય...

મારું લાલ લહેરિયું અંગે લહેરાય ...
મારા હાથના કંકણ ગીતો ગાય ...

મારા પગનાં ઝાંઝર રણઝણ થાય,
મારા ભાલે સોહાગી સિંદુર સોહાય ...

મારી સખીઓ મને સજાવી જાય ...
કેશ મોગરા ની વેણી થી મહેકાય...

મારા હૈયા કેરો હાર તું હરખાય ...
તું આવે તો જીવતર લેખે જાય ..

સ્મિતા પાર્કર

No comments:

Post a Comment