Pages

Thursday 16 August 2012

નજર માં મારી જો ક્યારેય પણ તારી નજર આવે ,

નજર માં મારી જો ક્યારેય પણ તારી નજર આવે ,
નથી પીધી અમે તો પણ નશા જેવી અસર આવે .

ચલો કાસદ ને શોધીએ ,ચલો કાગળ ને ખોલીએ ,
થશે ક્યારેક તો એવુય તમારી પણ ખબર આવે.

નહી આપી ને સરનામાં ,ખરેખર એમ ઈચ્છો છો ?
તમારી પાસ જે આવે તે ભટકી દરબદર આવે .

મળે જોવા સંગાથે હાયકારો -હાશકારો બે ,
કરી લો ખાતરી જ્યાં કોઇ હસ્તી ની કબર આવે .

સમય ચાલે છે સારો 'ભાવ' પણ એમાં નથી રાજી,
સુણ્યું છે થાય બે એક્કા તો સામે થી કલર આવે ....

'ભાવ'

No comments:

Post a Comment