Pages

Sunday 12 August 2012

લેવા ગયો તો સુંદર ફૂલ

લેવા ગયો તો સુંદર ફૂલ, કાંટા ખાઈ આવ્યો,

સાગરમા શોધુ શીતળ જળ, ખારાશ પી આવ્યો,

લાગણી ની રાખી આશા, લાત ખાઈ આવ્યો,

સપના જોયા પ્રેમના, બેવફાઈ માણી આવ્યો,

મદદ કરવાને ગયો તો, મદ નીહાળી આવ્યો,

વસે એ દિલમા, હુ નથી દિલમા જોઈ આવ્યો,

રાજાનુ દિલ રાખ્યુ, એનો ભિખારી બની આવ્યો,

ભિખ માંગી બે પળની, આગળ જા સાંભળી આવ્યો,

વહેચયુ છે અમૃત, આજે ઝહેર માણી આવ્યો,

જેને માન્યા હતા પોતાના, પરાયો થઈ આવ્યો,

સાચો પશ્ન કરવા ગયો, ને પ્રશ્નાર્થ થઈ આવ્યો,

મિસ યુ કહેવા ગયો, ને હેટ યુ સાંભળી આવ્યો,

ઝેર પીધુ જાણી, અમૃત શોધવા જઈ આવ્યો,

પ્રેમ પામવા ગયો, ને સ્વમાન ભૂલી આવ્યો,

....યજુ

No comments:

Post a Comment