Pages

Sunday 12 August 2012

વિચારું છુ "કૃતિ" કે

વિચારું છુ "કૃતિ" કે ,

મર્યાદા પુરુષોત્તમ રામ મળશે ક્યાં કળયુગ માં?
રાવણોની પણ ક્યાં કદી કમી હતી સતયુગ માં .

માન્યું કેમ તે કળીયુગ માં મળશે તને તારા રામ ,
જાણી ને છતાં કેમ અજાણી બને છે સાવ તું આમ .

વિસરી ગઈ કે શું સતયુગ ના એ મજબુર રામ ,
લોક લાજે આપ્યો તો કષ્ઠ જગ માતા ને આમ .

શાને રાહ જોઈ બેઠી તું રામ ની કળીયુગ માં ?
છલ ,કપટ થી લદાયેલો માનવી કળીયુગ માં .

કૃતિ રાવલ , ૮-૮-૨૦૧૨

No comments:

Post a Comment