Pages

Thursday, 23 August 2012

અરમાન


આંખો મળીને એક નવી સફર મળી,
તારા ઈશારાએ રણને તરસ મળી.
નથી કોઈ ખુદા હવે ફરિયાદ મારી,
તમે ખુશ રહો બંદગી મારી.
દૂર વગડાંમાં મળ્યા હતા ખુશીથી,
હાથમાં હાથ લઈ ફર્યા હતા હસીથી.
ભવોભવનાં સાથનાં વચને બંધાયા હતા,
સિન્દૂરનાં લાજની પ્રાર્થના કરી હતી.
લાગણીમાં ભોમમાં વર્ષા ખુબ વરસી,
સંબંધની સીમાને વિસ્તરતી જોઈ.
ગુલઝાર ધરામાં પુષ્પો મ્હેંક્યા હતા,
મારી ખુશીની ઈર્ષારબને થઈ હશે.
મને મારી મર્યાદાની ખબર નહોતી,
અમીરોનાં દરવાજે ભુલથી દસ્તક થઈ ગઈ.
મારું દર્દ ભલે! ધબકતું એકાન્તમાં,
જખમ બીજા ખુશીથી આપજો.
તમારી સુખી જંિદગીને ખુબ સજાવજો,
તમે ભલે! શીલા, ને શીલા સમજો.
તમારા માર્ગમાં હંમેશાં ફૂલો બિછાવીશ,
મારા અંતિમ સમયનાં શ્વાસ સુધી.
મારા દર્દની ગઝલસહિયરમાં વાંચતો હશે,
‘‘શીલા’’નાં ‘‘અરમાનો’’ની અસ્થિ ઊઠતી હશે.
શીલા વસાવા (સુરત)

No comments:

Post a Comment