Pages

Monday 20 August 2012

તમન્ના


જીવન આપ વિના હવે જાણે મંજુર નથી,
મૃત્યુ આપ સાથે આવે, બસ તમન્ના છે,
સમય તો ખુબ ટુંકો લાગ્યો તમારા ઇંતજારમાં,
લાખ જનમ રાહ જોવાની, બસ એજ તમન્ના છે,
સાથ તમારો માંગતો નથી, બસ એટલી આશા રાખું છું,
એક પળ મુજને યાદ કરી લેજો, બસ એજ તમન્ના છે,
ભાગ્યમાં મારા નથી આપ હું જાણું છું છતાં,
દરેક દુઆમાં આપ હો, બસ તમન્ના છે.
આપ નામના મૃગજળ ને હંમેશા ઝંખતો રહ્યો છું,
સ્વપ્ન મારું કદી પતે હવે, બસ એજ તમન્ના છે.
દિલ જે આપે બહુ પહેલા તોડી દીઘું છે,
તુટ્યા દિલે તમને ચાહવાની, બસ તમન્ના છે.
જાણે તમારા પ્રેમના સહારે હું જીવી રહ્યો છું,
શ્વ્વાસ હવે થમી જાય, બસ તમન્ના છે.  
પ્રેમ મારો માપવો આપના માટે અશક્ય છે,
મારા ગયા પછી તમને સમજાય, બસ તમન્ના છે.
જીવન આપ વિના હવે જાણે મંજુર નથી
મૃત્યુ આપ સાથે આવે, બસ તમન્ના છે.
પ્રતિકકુમાર ચૌહાણઅરમાન
(
નડિયાદ)

No comments:

Post a Comment