Pages

Thursday, 16 August 2012

જીવન જીવવા નું જોમ મળ્યું તારા હાથ થી,

જીવન જીવવા નું જોમ મળ્યું તારા હાથ થી,
પ્રેમ માં પડવા નું મન થયું તારા હાથ થી.

લે કરી દઉં આજે સઘળું તારા પર કુરબાન,
આમ જ આપતી રહેજે સાથ તારા હાથ થી.

પ્રેમ નાં માર્ગે ચાલ્યા જઈએ છીએ આપણે,
રસ્તે છે સંકટ છતાં પાર કરીશ તારા હાથ થી.

ઘણું મળ્યું છે મને તારા સાથ થકી જગતમાં,
એક-મેકના નાં રહીશું આમ જ તારા હાથ થી.

કાપવાનો છે પંથ ઘણો કપરો સાથી આપણે,
દરિયા નાં મોજા જેમ પાર કરીશું તારા હાથ થી.

આજે મેં પણ લખી છે બે-ચાર લીટી પ્રેમ ની,
આખરી હસ્તાક્ષર કરી આપજે તારા હાથ થી.

પ્રશાંત

No comments:

Post a Comment