Pages

Sunday, 19 August 2012

ખરા છો તમે


બેહદ ચાહું છું તમને તે
ખબર છે તમને છતાં અજાણ
બનો છો, ખરા છો તમે,
જાણંુ છું હું તમારા પણ હૃદયના એક ખૂણામાં
જગ્યા છે થોડી મારી
છતાં તે ખાલી રાખો છો, ખરા છો તમે
ખબર છે તમારું પણ હૃદય
વ્યાકુળતા અનુભવે છે મારાથી,
હું પુછું તો કહો છોચુપ રહો નેખરા છો તમે
કહું હું આવું છું મળવા તમને
હા-ના કહેવાને બદલેહંિમત છે
કહી વાત બદલો છો, ખરા છો તમે,
તમને યાદ નહી કરવાના કસમ
વારંવાર લેવા છતાં હરઘડી
યાદ આવ્યા કરો છો
ખરા છો તમે!
રતન વાઘેલાબોગસ’ (કલોલ)

No comments:

Post a Comment