Pages

Sunday 12 August 2012

હું અભણ કવિ

ભાષાકિય ભુલોનાં લોચામાં એવો હું સલવાયો
"હું અભણ કવિ"

- અશોકસિંહ વાળા
સિધ્ધહસ્ત કવિઓ વચ્ચે અભણ કવિ હું ફસાયો,
પ્રાસ, અલંકાર, જોડણીની ગતાગમ નથી મને
તો પણ કેવો ફરૂ છું જુઓ થઇને કવિ હું છતરાયો,
મન વિચાર વંટોળને શબ્દોથી કરું હરદમ શાંત
કવિતા માટે છું કવિ, પરંતુ કવિઓથી છું પરાયો,
ક્યારેક ન મળે શબ્દોનો સથવારો, ક્યારેક પ્રાસ
તોય ગઝલ લખવાને જુઓ કેવો થયો હરખાયો,
જોઇ કવિઓના શબ્દોનું નમણું સોહામણું સ્વરૂપ
મારા પોતાના શબ્દોથી આજ પોતે હું શરમાયો,
ભારેખમ શબ્દોનો સથવારો નથી સાંપડતો મને
સિંહ તણાં ટોળામાં જાણે બકરો થઇને હું ઘેરાયો,
અરમાનોની અવગણનાં કરી કૈક કેટલી વાર મે
આખરે કવિનો ગાળીયો મારા ડોકમાં જ નખાયો,
લખવાંની જંખના હ્રદયમાં જોર કરે જ્યારે જ્યારે
રૂહ બની શબ્દોની પાના પર કોરા ખુદ હું લખાયો,
કવિની કલ્પના હોય અરમાનોનું માત્ર એ બહાનું
વ્યથા કથાનું કરી આલેખન બન્યો હું ઓરમાયો,
છું અભણ છતાં, શબ્દોથી ભરેલો છું હું છલોછલ
કહેવાતા કવિઓની કલમે, તોય કેવો હું હણાયો,
અજ્ઞાની થઇ જ્ઞાનની એરણે પાક્યો છે ''અશોક''
ગઝલકારની ગઝલ બની શબ્દોમાં હું સચવાયો

-અશોકસિંહ વાળા
તા. ૧૬-૧૦-૨૦૧૧

No comments:

Post a Comment