Pages

Monday, 20 August 2012

કેમ ભુલાય


દિલને ધડકન એક કરીને કરેલો પ્રેમ કેમ ભૂલાય
આંખોમાં અશ્રુ વડે કરેલો પ્રેમ કેમ ભૂલાય, પ્રેમમાં
તો લોકો પાગલ થતા હોય છે, પરંતુ નાદાનીમાં કરેલો
પ્રેમ કેમ ભૂલાય.
ખૂલ્લા આકાશમાં ચંદ્રમાની ચાંદનીએ કરેલો પ્રેમ
કેમ ભૂલાય, તારા સમયનાં સથવારે કરેલો પ્રેમ
કેમ ભૂલાય, મૌસમ બદલાય, ને લોકો બદલાય
પરંતુ આપણા સાચા પ્રેમને કેમ ભુલાય
તારી શરબતી આંખો જોઈને કરેલો પ્રેમ કેમ ભૂલાય,
તારૂએ હસતું મુખ જોઈને કરેલો પ્રેમ કેમ ભૂલાય,
હવેતો તારી એક ઝલક પામવા શોઘુ છું આમ-તેમ,
પરંતુ વરસતા વરસાદમાં કરેલો પ્રેમ કેમ ભૂલાય.
ક્યારેક તો મારું હૃદય પણ બોલી ઊઠે છે, જવાદે-
બેવફાને, પરંતુ તારી વફાઓ સાથે કરેલો પ્રેમ
કેમ ભૂલાય...
શૈલેષ વિરાશ (પાલિતાણા)

No comments:

Post a Comment