Pages

Wednesday 1 August 2012

કલમ ખચકાય

અસ્ખલિત ઝરણા સમી વહેતી એ,
આજકાલ કોણ જાણે કેમ?
કલમ મારી, શીદને ખચકાય છે?
એવુંયે નથી, કે મારા સ્મૃતિપટ પર,
ઉર્મિઓનો દુષ્કાળ પડ્યો હોય...!
ને એવુંયે નથી... કે મારા વિશાળ,
શબ્દભંડોળને હું વિસર્યો હોઉં...!
તોયે... કોણ જામે કેમ?
કલમ મારી શીદને ખચકાય છે?
એવુંયે નથી કે,.. તારા રૂપના...
સાગરમાં ઓટ આવી હોય...!
ને એવુંયે નથી કે..., તારા પ્રેમના,
સદાબહાર સુમન કરમાયાં હોય...!
તોયે... કોણ જાણે કેમ...?
કલમ મારી શીદને ખચકાય છે...?
હા,... કદાચ એવુંય બની શકે...
તારા ઘટાદાર કેશ સમા...,
આષાઢી વાદળો મન મૂકી વરસે,
ચોતરફ હરિયાળી લહેરાય...,
મેહૂલા સંગે મયૂરના ટહૂકા...,
ક્યારેક ઝરમર... હેલી,
ક્યારેક ઝાપટા, ક્યારેક નેવેધાર,
ક્યારેક રસ્તે પાણી, ક્યારેક મૂશળધાર...,
ને વળી ક્યારેક સાંબેલાધાર...,
તારા સ્મરણમાં નયનેધાર..,
બની શકે એવું કે... ‘સાવન’...,
આવા ટાણે કલમ ખચકાય પછી ખરી!!’’
ભાલચંદ્ર પ્રજપતિ ‘સાવન’ હડાદ (અંબાજી)

No comments:

Post a Comment