Pages

Monday, 20 August 2012

સંબંધ


અફસોસ! એજ કે તમે મળી ગયા,
સરવાળા સાથે જાણે બાદબાકી થઈ ગયા
લાગણીઓનાં ઉભરાં કાંઈક એવા આવ્યા.
કે સમય સાથે પણ શમી ગયા.
પગરવ મંડાયા અમારાં ઘર તરફ
જ્યાં રસ્તા પણ હવે મૃગજળ થઈ ગયા
અર્થ અમારો પણ એજ સમજી શકયા
જેને સમજાવવા અમે વર્ષો વિતાવ્યા
ઝૂકાવી ડાળ અમે ફુલો ચુંટી લીધા
કાળ બની જંિદગીમાં, પણ પાનખર લુંટી ગયા
સાચો સંબંધ ક્યાં છે? તુજ મુજ વચ્ચે,
જ્યાં પોતાનાં પણ હવે પારકાં થઈ ગયા.
શર્મા અંજના એચ. (નડીયાદ)

No comments:

Post a Comment