Pages

Thursday 9 August 2012

આજ સુધી


મારી દોસ્ત છે આજ સુધી
દોસ્તી નિભાવે છે આજ સુધી.
કોઈએ કહ્યું દુનિયામાં નથી રહી
રોજ રસ્તામાં મળે છે આજ સુધી.
એની આંખોમાં દુનિયા છે મારી
મને બાહોમાં છૂપાવે છે આજ સુધી.
એના વગર મને ફાવે ક્યાંથી...!
રોજ સપનામાં આવે છે આજ સુધી.
હું એકદી એનાથી રિસાઈ ગયેલો
મને રોજ મનાવે છે આજ સુધી.
શ્વ્વાસ મારા વાતની સાક્ષી છે
મારી આસપાસ છે આજ સુધી.
જીતેન્દ્ર કુમારજીતું’ (માંડોત્રી-પાટણ)

No comments:

Post a Comment