Pages

Thursday 2 August 2012

બહેનીને રક્ષા બંધનની આશ,

"આવ્યો શ્રાવણ માસ , બહેનીને રક્ષા બંધનની આશ,
રક્ષા બંધન અવસર ટાણે, વીરો વહેલો આવ્યો જાણે.
વીરા માટે થાળી સજાવું, હીરા મોતીની રાખડી લાવું,
કુમકુમ તિલક ભાલે લગાવું, રૂડા અક્ષતથી એને સજાવું .
મીઠાઇ થકી મુખ મીઠું કરાવું,એના કરકમલે રક્ષા સોહાવું,
લાંબી આવરદાનો વર અનેરો, આશીર્વાદ કરશે પ્રભુ પૂરો.
લઇ ઓવારણાં જાઉં વારી , સુખ સંપતિની દુઆ ન્યારી,
વીરો સુખ સમૃદ્ધિને વરે, કુબેર ને લક્ષ્મીજી ઘર ભરે.
ભાતભાતના પકવાન પીરસાવું, વીરાને હેતે જ હરખાવું,
રક્ષાબંધનનો અવસર છે અનેરો, ભાઈ હરખે છે ભલેરો.
બહેનીને વીરો હરખે ભર્યા, માડીજાયાના અંતર ઠર્યા,
વીરાએ દીધી ભેટ અનમોલ, ના રક્ષાબંધનનો કોઈ મોલ."

રચયિતા- ‘સ્વપ્ન’ જેસરવાકર ( ગોવિંદ પટેલ)

No comments:

Post a Comment