Pages

Thursday, 16 August 2012

આ જન્મો નું બંધન કેમ ...

એની ચાહત માં થાય આટલી તડપન કેમ ..
સુણી ને સુર એનો ધડકે આટલી ધડકન કેમ ..

જોજનો દુર થી આવે છે મહેક એના શ્વાસ ની ....
અચાનક આજે બદલાયો છે આ પવન કેમ ...

સાચવતો અભેદ હૈયે મારા મીઠા સપના ને ....
તો એણે જ કર્યું મારા સપના નું વિસર્જન કેમ ...

મારી આંખો માં કંડારી છે મેં તસ્વીર એની ....
વહે અશ્રુ ની ધાર કરીશ હવે એનું જતન કેમ ..

મારી એકલતા ને મળ્યો છે સથવારો એનો...
તો પછી થાય છે મને આટલી ઘુટન કેમ ....

ઓગળ્યો મારા અસ્તિત્વ માં એ નખશીખ ...
હવે નાનું અમથું લાગે મને આ ગગન કેમ ..

અસમંજસ માં ઘેરાઈ હું મળશે કે કેમ "કમળ"
તોય બંધાયું છે જો આ જન્મો નું બંધન કેમ ......

સ્મિતા પાર્કર .

No comments:

Post a Comment