Pages

Wednesday 1 August 2012

સમજી ગયો

અર્થની હું આરપાર નીકળી ગયો
જીવનના સારને હું જાણે ગળી ગયો
શોધ હતી આપના વર્ણનના શબ્દોની
જાણે કોઈ ખયાલે શબ્દકોષ મળી ગયો
કસોટી હશે પ્રણયની જાણે આ જીવનવળાંકે
આપની કદરના સહારે હું નીકળી ગયો
દુનિયાદારીએ ઘણો લોભાવ્યો લપેટવા
પણ દાણો એનો વાવેલો સાવ સળી ગયો
રીતિ આપની હતી સહજ છતાં અકળ
છતાં સઘળી વાત ભાવાનુબંધે સમજી ગયો
જગમાલ રામ ‘સુવાસ’ ( ખોરાસા-ગીર)

No comments:

Post a Comment